ટકાટક મસાલા ઢોંસા

ટકાટક મસાલા ઢોંસા


સામગ્રી :
ઢોંસાનું ખીરું - કપ, બટાકાની ભાજી - દોઢ કપ, ડુંગળી(ઝીણી સમારેલી) - નંગ(મોટી),  ટામેટા(ઝીણા સમારેલા) - નંગ(મોટા), લાલ મરચું(પાઉડર) - ટીસ્પૂન, ચાટ મસાલો - દોઢ ટીસ્પૂન, તેલ - શેલો ફ્રાય માટે, બટર - ટેબલસ્પૂન
લાલ ચટણી માટે : શેકેલી ચણાની દાળ - અડધો કપ, લસણ - થી કળી, સૂકા લાલ મરચાં - -, લીંબુનો રસ - ટેબલસ્પૂન, મીઠું - સ્વાદ પ્રમાણે, શેકેલા જીરાનો પાઉડર - અડધી ટીસ્પૂન
રીત :
લાલ ચટણીની બધી સામગ્રી ભેગી કરી વાટી લો. * ઢોંસા તવાને ગરમ કરી સહેજ ચીકણો કરી લો. એક ચમચી ઢોંસાનું ખીરું તવા પર ફેલાવી તેમાંથી નાની સાઈઝનો ઢોંસો બનાવો. તેની આજુબાજુ અડધી ચમચી તેલ મૂકી ધીમા તાપે અડધી મિનિટ સુધી થવા દો. * ઢોંસા પર લાલ ચટણી લગાવી દો. તેની પર થોડા ડુંગળી, ટામેટાં નાખી ઉપર લાલ મરચાંનો પાઉડર અને ચાટ મસાલો છાંટો. તેની પર થોડી બટાકાની ભાજી મૂકો. બધા મસાલાને સહેજ હળવા હાથે દબાવો જેથી તેનું માવા જેવું થાય પછી તેને આખા ઢોંસા પર પાથરી દો. * ઢોંસાને અડધા ભાગમાંથી સાચવીને ફોલ્ડ કરો. પછી તેની આજુબાજુ થોડું તેલ નાખી ઢોંસાની નીચેની બાજુ ગોલ્ડન ક્રિસ્પી થવા દો. તેવી રીતે એક સાઈડ થઈ ગયા પછી બીજી બાજુ પણ ગોલ્ડન ક્રિસ્પી થવા દો. * તેને ત્રિકોણાકાર કાપી ગરમ સર્વ કરો. 

Leave a Reply