સાબુદાણા ની ઈડલી
સામગ્રી
૧ કપ સાબુદાણા
૨ કપ કણકી અથવા ચોખા
૧ ટી સ્પુન તેલ
૨ થી ૨ ૧/૨ કપ છાશ
૧/૨ કપ છાશ
૧/૨ ટી સ્પુન ખાવાનૉ સોડા
૨ કાંદા(ઝીણા સમારેલા)
૨ ટેબલ સ્પુન કોથમીર ઝીણી સમારેલી(મરજિયાત)
૪ ઝીણા સમારેલા લીલા મરચાં
મીઠુ સ્વાદાનુસાર
રીતઃ
(૧)કડાઈમાં તેલ સાબુદાણા મધ્યમ તાપે ૫ મિનિટ શેકવા
(૨)ચોખા ધોઈ લેવા।તેમાં સાબુદાણા ઉમેરી છાશથી પલાળવા।૬ થી ૮ કલાક ઢાકણ ઢાકી રાખવુ
(૩)ઈડલી ઉતારતા પેહલા પલળેલા સાબુદાણા – ચોખા થી વાટી લેવા તેમાં સ્વાદાનુસાર મીઠુ અને સોડા ઉમેરી હલાવી લેવુ, જો કાંદા વાપરવા હોય તો કાંદા,કોથમીર,લીલા મરચા ઉમેરવા
(૪)ઈડલી ના વાસણ માં તેલ ચોપડી,ખીરૂ રેડી ઈડલી ઉતારવી। ગરમ ઈડલી કોપરાની ચટણી અને સંભાર સાથે પિરસવી
**ખીરા માથી ઢોસા પણ બનાવી શકાય