સાબુદાણા ના વડા

સાબુદાણા ના વડા 

સાબુદાણા ના વડા બનાવવા માટેની  સામગ્રી:

૧/૨ કપ સાબુદાણા-sago
૧/૨ કપ બાફી ને છુન્દેલા બટાકા
૧/૨ કપ શેકેલી શીંગ નો ભૂકો -અધકચરો
૧/૪ કપ છીણેલું નાળીયેર
૨ થી ૩ નંગ ઝીણા સમારેલા લીલા મરચા
૧ ચમચી ખાંડ
સ્વાદ પ્રમાણે સિંધવ
૧ ટી.સ્પૂન લીંબુ નો રસ
shello ફ્રાય કરવા માટે તેલ
૧ ટેબ.સ્પૂન તલ તે પલાળી રાખો.
૧ ટેબ.સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૧ ટી.સ્પૂન જીરું પાવડર

સાબુદાણા ના વડા બનાવવા માટેની રીત:

સૌ પ્રથમ સાબુદાણા ને ધોઈ ૩ થી ૪ કલાક માટે પલાળી રાખો.ત્યારબાદ તેમાં બાફીને છુન્દેલો
બટાકો ઉમેરો,ત્યારબાદ તેમાં શેકેલી શીંગ,છીણેલું નાળીયેર,જીરું પાવડર,લીલા મરચા,સિંધવ,
લીંબુ નો રસ ,ખાંડ,તલ અને કોથમીર ઉમેરી મિક્સ કરો.સ્વાદ પ્રમાણે સિંધવ નાખો.બરોબર મિક્સ કરી
તેની નાની નાની પેટીસ વાળો.
માઇક્રોવેવ પ્રૂફ ડીશ માં તેલ લગાવી પેટીસ તેની પર મુકો.૧ મિનીટ માટે માઈક્રોવેવ કરી પેટીસ ઉથલાવી
ફરી એક મિનીટ માટે માઇક્રોવેવ કરવા મુકો.
ગરમ ગરમ સાબુદાણા ના વડા ટોમેટો કેચપ ,નાળીયેર ની ચટણી કે કોથમીર ની ચટણી સાથે પીરસો.

નાળીયેર ની ચટણી બનાવવા માટે ની રીત:

૧ કપ છીણેલા નાળીયેર માં સિંધવ,૨ થી ૩ લીલા મરચા,૧/૪ કપ શીંગ દાણા અને ૧ ટેબ.સ્પૂન દહીં
નાખી મિક્સર માં ક્રશ કરો.

કોથમીર ની ચટણી બનાવવા ની રીત:

૧ કપ સમારેલી કોથમીર માં ૨ થી  ૩ લીલા મરચા,સિંધવ,૧ ટી.સ્પૂન લીંબુ નો રસ,૧ ટી.સ્પૂન ખાંડ
અને ૧ ટેબ.સ્પૂન શીગદાણા નાખી મિક્સર માં ક્રશ કરી લો.
જો માઈક્રોવેવ ન વાપરવું હોય તો નોન સ્ટીક તવી પર shello ફ્રાય કરી શકાય.

Leave a Reply