બ્રેડ ની રસમલાઇ

બ્રેડ ની રસમલાઇ 

બ્રેડ ની રસમલાઇ બનાવવા માટેની સામગ્રી:

૨ કપ સ્કીમ્ડ મિલ્ક
૧ ટેબ.સ્પૂન કોર્ન ફ્લોર
૪ સ્લાઈસ બ્રેડ
૧ ટેબ.સ્પૂન છીણેલી બદામ
૧ ટેબ.સ્પૂન છીણેલા પીસ્તા
૧/૨ ટી. સ્પૂન એલચી પાવડર
ચપટી કેસર
૧ ૧/૨  ટેબ.સ્પૂન ખાંડ

ગાર્નીશિંગ માટે

ઝીણા સમારેલા ડ્રાય ફ્રુટ

બ્રેડ ની રસમલાઇ બનાવવા માટેની રીત:

સૌ પ્રથમ બ્રેડ ને વાટકી કે કાતર થી ગોળ કાપી ને સાઈડ પર રાખો.
એક નોન સ્ટીક પેન માં દૂધ અને ખાંડ રેડી ખાંડ ઓગળે ત્યાં સુધી ગરમ કરો.ખાંડ
ઓગળી જાય એટલે તેમાં ઠંડા દૂધ માં ઓગળેલો કોર્નફલોર ઉમેરી ઘટ્ટ થવા દો.તેમાં
ચપટી કેસર નાખો. બરાબર ઉકળવા દો.રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી રાખી મુકો.
હવે એક બાઉલ માં થોડું દૂધ રેડી તેની પર બ્રેડ ની એક સ્લાઈસ મુકો,ત્યારબાદ તેની
પર બદામ,પીસ્તા અને એલચી ની સ્લાઈસ ભભરાવો.ત્યારબાદ તેની પર બ્રેડ ની બીજી
સ્લાઈસ મૂકી બ્રેડ દુબે તેટલું દૂધ રેડો.૫ મિનીટ માં બ્રેડ બધું દૂધ ચૂસી લે તો ઉપર થી થોડું
બીજું દૂધ રેડો.ઝીણા સમારેલા ડ્રાય ફ્રુટ થી ગાર્નીશ કરી સર્વ કરો.આ રીતે બીજો બાઉલ પણ
તૈયાર કરી લો.
તૈયાર થયેલી રસ મલાઈ ને ફ્રીઝ માં ઠંડી કરવા મુકો.૨ – ૩ કલાક પછી સર્વ કરો.

Leave a Reply