ઓરેન્જ કોકોનટ ફીરની

ઓરેન્જ કોકોનટ ફીરની

  સામગ્રી :
() લિટર દૂધ. () ટે. સ્પૂન બાસમતી ચોખા. () ૦ાાથી ૦ાાા વાડકી ખાંડ. () નંગ નારંગી, ટે. સ્પૂન સૂકા કોપરાનું છીણ, ટી. સ્પૂન બટર, નાનો ચોકલેટ બાર, ટીપાં વેનિલા ઈસેન્સ.
રીત :
() ચોખાને ૪થી કલાક માટે પાણીમાં પલાળવા. કોરા કરી બ્લેન્ડરમાં ક્રશ કરીને કણીદાર પાઉડર બનાવવો. () દૂધને ઉકાળવા મૂકવું. ઉભરો આવે એટલે ચોખાનો પાઉડર નાંખીને ઉકાળવાનું ચાલુ રાખવું. () રંગ બદલાય અને થોડંુ જાડું થાય એટલે ખાંડ ઉમેરવી. () બટર ગરમ મૂકી સૂકું કોપરું શેકવું. ઉકળતા દૂધમાં નાંખવું. () દૂધ ઘટ્ટ થાય અને બાસુદી જેવું બને એટલે નીચે ઉતારી લેવું. () ઠંડુ થાય એટલે ઈસેન્સ નાંખવું. () નારંગીને છોલીને એક નારંગીના ઝીણા ટુકડા કરવા. બીજીના થોડા મોટા રાખવા. ચોકલેટ બારના નાના કટકા કરવા. () ફીરનીમાં નારંગીના નાના કટકા ભેળવી હલાવીને બાઉલમાં કાઢવી. ઉપર મોટા કટકા આકર્ષક રીતે ગોઠવવા. ચોકલેટના ટુકડા ભભરાવવા. ફ્રીજમાં ઠંડી કરીને વાનગી સર્વ કરવી.

Leave a Reply