સેવ ચાટ ઊંધિયું

સેવ ચાટ ઊંધિયું

 
સામગ્રી :
સુરતી પાપડી-૨૦૦ ગ્રામ, તુવેરના દાણા-૧૦૦ ગ્રામ, વટાણા-૧૦૦ ગ્રામ, વાલના દાણા-૫૦ ગ્રામ, બટાકા-૨૦૦ ગ્રામ, શક્કરિયાં - ૨૦૦ ગ્રામ, રતાળુ-૫૦ ગ્રામ, રીંગણ-૫૦ ગ્રામ, ટામેટાં-૫૦ ગ્રામ, જામફળ-૧૦૦ ગ્રામ, મેથીની ભાજી-૧૦૦ ગ્રામ, કાચું કેળું-૧ નંગ, લસણ (લીલું)-૫૦ ગ્રામ, કોથમીર-૨૦૦ ગ્રામ, મરચાં-૫ નંગ, આદુ-૧ કટકો, લીંબુ-૨ નંગ, લીલા કોપરાનું છીણ-૧૦૦ ગ્રામ, તલ-૪ ચમચી, અજમો-૨ ચમચી, ગરમ મસાલો-૪ ચમચી, મીઠું-સ્વાદ અનુસાર, તેલ-૨૦૦ ગ્રામ, ખાંડ-૨ ચમચી, વરિયાળી-૧ ચમચી, હીંગ-૧ ચમચી, લાલ મરચું-૨ ચમચી, શીંગદાણાનો ભૂકો-૨૫ ગ્રામ, વાટેલું જીરુ-૨ ચમચી, ચણાનો લોટ-૫૦ ગ્રામ, ઘઉનો કરકરો લોટ-૨૫ ગ્રામ, મેંદો-૫૦ ગ્રામ, સોજી-૫૦ ગ્રામ, કોપરાનું છીણ-૨૫ ગ્રામ, ઝીણી સેવ-૧૦૦ ગ્રામ.
ડેકોરેશન માટે ઝીણી સેવ, કોપરાનું છીણ અને કોથમીર લો.
રીત :
સૌપ્રથમ સોજી અને મેંદો ભેગા કરી તેમાં મોણ અને મીઠું નાંખી લોટ બાંધો. અને પછી તેના મોલ્ડ તૈયાર કરી તેને તળી લો. (૨) તુવેર અને વાલના દાણા જરા તેલ અને પાણી નાખી બાફી લો. (૩) રતાળુને ઝીણા ઝીણા કટકા કરી તળી લેવા તેની ઉપર સંચળ ચાટ મસાલો અને મીઠું નાખી દો. (૪) પછી તપેલામાં પાણી મૂકી રીંગ મૂકો તેની ઉપર ચાળણી મૂકો. તેની ઉપર સફેદ કાપડ પાથરી તેમાં બટાકા, શક્કરિયાના કટકા, વટાણા, સુરતી પાપડી મૂકી કાપડનો કકડો બંધ કરી બાફી દો. (૫) પછી ચણાનો લોટ, ઘઉંનો કરકરો લોટ, મેથીની ભાજી, લીલા મરચાંની પેસ્ટ, કોથમીર, ૧ ચમચી ખાંડ, લીંબુનો રસ, મોણ નાખી કણક બાંધી એકદમ નાના નાના બોલ બનાવી તળી દો. (૬) રીંગણના મોટા કટકા કરો પછી તાંસળામાં તેલ મૂકો. તેમાં અજમો નાખો. અજમો તતડી જાય એટલે તેમાં હીંગ નાખો તેમાં રીંગણના કટકા નાખો પછી ૧૦ મિનિટ સિજાવા દો. પછી તેમાં બટાકા, શક્કરિયાં, વટાણા, તુવેરના દાણા, વાલના દાણા અને સુરતી પાપડી અને લસણ-મરચાંની પેસ્ટ નાખો. વાટેલા શીંગદાણા અને વરિયાળી અને કોપરાનું છીણ નાખો. સ્વાદ પ્રમાણે મીઠું નાખો. ગરમ મસાલો, ખાંડ, લીંબુનો રસ, લાલ મરચું નાંખી બધું હલાવી દો પછી તેમાં જામફળના કટકા, ટામેટાંના કટકા, કેળાંના કટકા નાખી બધું હલાવી દો. ૧૦ મિનિટ સુધી તેને થવા દો પછી ગેસ બંધ કરી દો. ઉપર કોથમીર અને લીલા કોપરાનું છીણ નાખી હલાવી દો.
નોંધ :
ઊંધિયાને મમરા જેવું રહે તેવું બાફો. વધુ બફાઈ ના જાય તેની કાળજી રાખો.
(૮) કોથમીર, કોપરાનું છીણ, વાટેલું જીરું, મીઠું, લીલું મરચું, ખાંડ અને લીંબુની મદદથી લીલી ચટણી તૈયાર કરો. (૯) હવે તૈયાર કરેલા મોલ્ડ લો. તેમાં ચટણી લગાવો. તેની ઉપર રતાળુના કટકા મૂકો પછી ઉપર તૈયાર કરેલ ઊંધિયું મૂકો. ત્યારબાદ તેની ઉપર ઝીણી સેવ ભભરાવો. તેની ઉપર કોથમીર મૂકો. કોથમીરની આગળ પાછળ લીલા કોપરાના છીણની પાઈપિંગ કરો. તૈયાર કરેલ ઊંધિયું કકડામાં બનાવેલું હોવાથી ખૂબ જ સ્વાદિષ્ટ અને મીઠું લાગે છે.
ડેકોરેશન માટે :
સેવ ચાટ ઊંધિયું જે પ્લેટમાં સર્વ કર્યું છે તે પ્લેટની બોર્ડર કોથમીરથી કરો. ત્યારબાદ મોલ્ડની આજુ-બાજુ રહેલી જગ્યામાં ઝીણી સેવ તેમજ કોપરાનું છીણ મૂકો.

Leave a Reply