મિક્સ ચીલા



મિક્સ ચીલા

 સામગ્રી:

20 ગ્રામ બાફેલા મગ
40 ગ્રામ મકાઇના બાફેલા દાણા
50 ગ્રામ પાલકની પેસ્ટ
1 ટીસ્પૂન કોથમીર, મરચાં, આદું, લીલા લસણની પેસ્ટ
10 ગ્રામ કોર્નફ્લોર
20 ગ્રામ ઘઉંનો કરકરો લોટ
20 ગ્રામ મેંદો
20 ગ્રામ ચણાનો લોટ
20 ગ્રામ રવો
100 ગ્રામ તળેલા પૌઆ
2 કપ છાશ
1 ટીસ્પૂન હળદર
1 ટીસ્પૂન ચાટ મસાલો
તેલ/બટર - જરૂર પ્રમાણે
મીઠું - સ્વાદ પ્રમાણે

રીત

- ઘઉંનો, ચણાનો લોટ અને મેંદાને મિકસ કરો.
- તેમાં બાફેલા મગ, મકાઇના બાફેલા દાણા, પાલકની પેસ્ટ, કોર્નફ્લોર, ચાટ મસાલો, હળદર, કોથમીર, મરચાં, આદું, લીલા લસણની અધકચરી પેસ્ટ, મીઠું નાખીને લોટનો મસાલો ભેગો કરો.
- પછી રવો અને છાશ ઉમેરીને તેને થોડી વાર રહેવા દો, જેથી રવો પલળી જાય.
- હવે પેનમાં થોડું તેલ અથવા બટર મૂકીને ખીરું રેડી તેને પેનમાં ગોળ પાથરો.
- તેના ઉપર તળેલા પૌઆ ભભરાવી અને તાવેથાથી દબાવો જેથી પૌઆ ચીલા સાથે ચોંટી જશે.
- બંને બાજુ ચીલાને બદામી રંગના થાય ત્યાં સુધી સાંતળી પછી ચા સાથે તેનો સ્વાદ માણો.

Leave a Reply