અમેરિકન ચોપ્સ્વે

અમેરિકન ચોપ્સ્વે 

અમેરિકન ચોપ્સ્વે બનાવવા માટેની સમગ્રી:

૪૫૦ ગ્રામ કોબીજ
૩ નંગ કાંદા
૧૦ નંગ ફણસી
૨ નંગ ગાજર
૧ કપ બાફેલા નુડલ્સ
૨ કપ તળેલા નુડલ્સ
૧/૨ ટી.સ્પૂન આજીનો મોટો પાવડર
૪ ટેબ.સ્પૂન તેલ
૧ ટી.સ્પૂન ઝીણું સમારેલું મરચું
સ્વાદ પ્રમાણે મીઠું

સોસ બનાવવા માટેની સામગ્રી:

૧/૪ કપ બ્રાઉન વિનેગર
૧/૨ કપ ખાંડ
૧ કપ પાણી
૨ ટેબ.સ્પૂન મેંદો
૪ ટેબ.સ્પૂન કેચપ
૧૦૦ ગ્રામ બાફેલા નુડલ્સ
૨ ટી.સ્પૂન તેલ

તળેલા નુડલ્સ બનાવવા માટેની સામગ્રી:

૧ કપ મેંદો
૧/૨ ટી.સ્પૂન મીઠું
૨ ટી.સ્પૂન તેલ
તેલ તળવા માટે

નુડલ્સ  બનાવવા માટેની રીત:

સૌ પ્રથમ નુડલ્સના મોટા ટુકડા કરો.મોટા તપેલામાં ઉકળતા પાણીમાં તેલ અને મીઠું નાખી નુડલ્સ નાખી બાફી લો.
બફાઈ જાય પછી ઠંડા પાણી થી ધોઈ તેલ વાળો હાથ લગાવી બાજુ પર રાખો.

તળેલા નુડલ્સ બનાવવા માટે :

મેંદા માં મીઠું નાખી ચાળી તેમાં તેલ નાખી નરમ લોટ બાંધવો. અટામણ લઇ પાતળી રોટલી વણવી,તેની લાંબી પાતળી
પટ્ટી કાપી ગરમ તેલ માં તળી લેવી.

સોસ બનાવવા માટેની રીત:

સોસ માટે ની બધી સામગ્રી ભેગી કરી ઉકાળવા મુકવું.બરાબર ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવા દેવું.

અમેરિકન ચોપ્સ્વે બનાવવા માટેની રીત:

સૌ પ્રથમ બધા જ શાક લાંબા સમારવા.હવે એક પેન માં તેલ મૂકી બરાબર ગરમ થાય પછી શાક નાખી અજીનો મોટો
નાખી ફાસ્ટ ગેસ પર ૩ થી ૪ મિનીટ રાખવું.ત્યાર બાદ બાફેલા નુડલ્સ,સોસ અને ચીલ સોસ તથા મીઠું નાખી અડધા
તળેલા નુડલ્સ નાખવા.
બાકીના તળેલા નુડલ્સ ઉપર નાખી ગરમ ગરમ પીરસવું.

Leave a Reply