હોટ ચોકલેટ સન્ડે

હોટ ચોકલેટ સન્ડે 

હોટ ચોકલેટ સન્ડે બનાવવા માટેની સામગ્રી:

૧ સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમ
૧ સ્કૂપ સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ
૧ સ્કૂપ ચોકલેટ આઈસ્ક્રીમ
૧ નંગ નારંગી
૧ નંગ નાનું દાડમ
૧ નંગ નાનું કેળું
૧/૨ કપ ચોકલેટ છીણેલી
૪ થી ૫ નંગ શેકેલી બદામ ના ટુકડા
૨ નંગ ચોકલેટ વેફર બિસ્કીટ

હોટ ચોકલેટ સન્ડે બનાવવા માટેની રીત:

સન્ડે ની પ્લેટ ને ફ્રીઝ માં ઠંડી કરવા મુકો.ત્યાં સુધી માં નારંગી ની પેશી સાફ કરી છૂટી
પડી એક નાના પીસ કરો.દાડમ ના દાણા કાઢી લો.અને કેળા ના પીસ કરી લો.ચોકલેટ
ની છીન ને ડબલ બોઈલર કે માઇક્રોવેવ માં મેલ્ટ કરવા મુકો.
ફ્રીઝર માંથી ઠંડી થયેલી પ્લેટ કાઢી તેમાં ફ્રુટ ના ટુકડા ગોઠવો,ત્યારબાદ તેની પર ત્રણે
આઈસ્ક્રીમ ના એક એક સ્કૂપ ગોઠવો.બાજુ માં વધેલી જગ્યા માં ફ્રુટ મુકો,હવે તેની પર
ઓગળેલી ચોકલેટ નો સોસ રેડી શેકેલી બદામ ના ટુકડા વડે અને વેફર બિસ્કીટ વડે
ગાર્નીશ કરી તરત જ સર્વ કરો.
** આમાં કોઈ પણ ફ્લેવર નો આઈસ્ક્રીમ તથા કોઇપણ ફ્રુટ લઇ શકાય.
** બેઝ તરીકે ફ્રુટ ની સાથે કે એકલી મનપસંદ જેલી પણ લઇ શકાય.

Leave a Reply