કેરેટ નોકી (સ્ટાર્ટર)

કેરેટ નોકી (સ્ટાર્ટર)


સામગ્રી : 
બે નંગ જાડા ગાજર, ૧૦૦ ગ્રામ વટાણા, ૫૦ ગ્રામ ફણસી, ૫૦ ગ્રામ પનીર, ૫૦ ગ્રામ પૌંઆ, ૧ નંગ ચીઝ ક્યુબ, ll કેપ્સિકમ, ૧ ચમચી આદું-મરચાંની પેસ્ટ, બે ચમચી બટર, ૧ ચમચી ચાટ મસાલો, ૧ ચમચી મરી પાઉડર, ll ચમચી ગરમ મસાલો, ll ચમચી લાલ મરચું પાઉડર, ૧ ચમચી ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું, ૧ ચમચી લીંબુનો રસ, બે ચમચી તેલ, ll ચમચી જીરું.
પૂર્વ તૈયારી : 
ગાજરના જાડા ભાગમાંથી પાતળી સ્લાઈસ કરવી. પાનનો ભાગ છીણવો. વટાણા ક્રશ કરવા. ફણસી ઝીણી સમારવી. કેપ્સિકમ ઝીણા સમારવા. (ફણસી અધકચરી બોઈલ કરવી).
રીત : 
સૌપ્રથમ પેનમાં તેલ મૂકી જીરું, આદું-મરચાંની પેસ્ટ નાંખી ક્રશ કરેલા વટાણા નાખવા. ધીમા ગેસ પર ચડવા દેવું. ત્યાર બાદ કેપ્સિકમ નાખવું. થોડી વાર બાદ છીણેલું ગાજર નાખવું. પછી ફણસી નાખી, મીઠું, ખાંડ, લીંબુનો રસ નાંખવો.  બધું જ મિક્સ કરી પૌંઆ નાંખવા. ત્યાર બાદ લાલ મરચું, પનીર નાંખી બધું જ મિક્સ કરી તેમાં ગરમ મસાલો નાંખી ૧ મિનિટ માટે ઢાંકી સાઈડમાં ઠંડું થવા રાખવું. ત્યાર બાદ ગાજરની સ્લાઈસને બટર મૂકી નોનસ્ટિક પેનમાં બંને બાજુ થોડું સાંતળવું. જેથી ગાજર નરમ પડી જાય. બાદમાં ચાટ મસાલો, મરી પાઉડર છાંટવા. ત્યાર બાદ એક ચમચી મસાલો લઈ વચ્ચે ચીઝ મૂકી ગાજરનો રોલ કરવો. એમ બધા જ તૈયાર કરી બટરવાળા પેનમાં મૂકી ઢાંકી બે મિનિટ રાખવું. જેથી ચીઝ થોડું મેલ્ટ થાય બાદ ટુથપીક ભરાવી સર્વ કરવું.
નોંધ : 
ગાજરને બટરથી ફ્રાય કર્યું છે માટે મીઠું ન નાખવું. ચાટ મસાલામાં પણ હોય માટે પૌંઆ નાખવાથી માવો ફ્રાય થશે ને એક બાઇડિંગ પણ મળશે. માઈક્રોવેવ હોય તો તેમાં પણ સારું થાય.

Leave a Reply