ફરાળી બિરિયાની

ફરાળી બિરિયાની 

a biriyani you can eat in fast

ફરાળી બિરિયાની બનાવવા માટેની સામગ્રી:

૧ કપ મોરિયો
૧ ટી.સ્પૂન તેલ
૧/૪ ટી.સ્પૂન જીરું
૨ થી ૩ નંગ ઝીણા સમારેલા લીલા મરચા
સ્વાદ પ્રમાણે સિંધાલુ
૧ ટી.સ્પૂન લીંબુ નો રસ
૧ ટી.સ્પૂન ખાંડ
૧ ટેબ.સ્પૂન શેકેલી શીંગ નો અધકચરો ભૂકો
ચપટી લાલ મરચું
૧ નંગ છીણેલો બટાકો
૧ ટી.સ્પૂન તેલ
૧/૪ ટી.સ્પૂન જીરું
સ્વાદ પ્રમાણે સિંધાલુ
૧/૨ ટી.સ્પૂન લાલ મરચું
૨ નંગ ઝીણા સમારેલા લીલા મરચા
૧ ટી.સ્પૂન લીંબુનો રસ
૧ ટી.સ્પૂન ખાંડ
૧ ટેબ.સ્પૂન શેકેલી શીંગ નો અધકચરો ભૂકો

ગાર્નીશિંગ માટે

૧ ટેબ.સ્પૂન મસાલા શીંગ નો અધકચરો ભૂકો

ફરાળી બિરિયાની બનાવવા માટેની રીત:

સૌ પ્રથમ એક પેન માં તેલ લઇ જીરું નો વઘાર કરી લીલા મરચા અને શીંગ નો
ભૂકો નાખી તેમાં છીણેલો બટાકો નાખો.(બટાકા ને છીણી ને ૨ થી ૩ વાર પાણી થી
ધોઈ નાખવાથી છીણ છૂટી થશે.)તેમાં સ્વાદ પ્રમાણે સિંધવ નાખી ચડવા દો.બરાબર
ચડી જાય પછી તેમાં લીંબુ નો રસ અને ખાંડ નાખી હલાવી ખાંડ નું પાણી બળી જાય
એટલે નીચે ઉતારી સાઈડ પર રાખો.
હવે બીજા પેન માં તેલ લઇ જીરું નો વઘાર કરી લીલા મરચા અને શીંગ નો ભૂકો
નાખી ૨ કલાક પલળેલો મોરિયો નાખો.૧ કપ મોરિયો હોય તો ૧ કપ પાણી નાખી
ચડવા દેવું.વચ્ચે જરૂર પડે તો બીજું પાણી નાખવું.પણ બને તેટલો છૂટો થવા દેવો.
ચડી જાય એટલે તેમાં લીંબુ નો રસ અને ખાંડ નાખી બરાબર હલાવી નીચે ઉતારી
લો.
હવે એક બાઉલ માં છેક નીચે શેકેલી મસાલા શીંગ નો ભૂકો અને ચપટી લાલ મરચું
ભભરાવી તેની પર મોરિયા નું એક લેયર કરો ત્યાર બાદ તેની પર બટાકા ની છીણ નું
લેયર કરો.તેની ઉપર ફરી મોરિયા નું લયેર કરી બરાબર દબાવી લો.
ધીમે રહીને એક સર્વિંગ ડીશ માં અનમોલ્ડ કરો.અને ગરમ ગરમ સર્વ કરો.
આ વાનગી ને દહીં ની ચટણી સાથે સર્વ કરો.દહીં ની ચટણી બનાવવા માટે દહીં માં મીઠું
નાખી બરાબર વલોવી ઉપરથી લાલ મરચું અને શેકેલો જીરું નો પાવડર છાંટી લેવો.

Leave a Reply