પનીર ટિક્કી વિથ કોર્ન રગડા ચાટ
બાફેલા બટાકા-૨૫૦ ગ્રામ, કોર્ન ફ્લોર- ૩ ચમચી, મીઠું-ટેસ્ટ પ્રમાણે, પનીર-૫૦ ગ્રામ, લીલા મરચા વાટેલા- ૨ ચમચી, કોથમીર- ૨ ચમચી, બાફેલા મકાઈના દાણા- ૨૫૦ ગ્રામ, ટામેટાની પ્યુરી- ૧/૪ કપ, કાંદાની પ્યુરી- ૪ ચમચી, લાલ મરચું- ૧ ચમચી, હળદર- ૧/૪ ચમચી, ધાણાજીરું- ૧/૨ ચમચી, ગરમ મસાલો- ૧/૪ ચમચી ડેકોરેશન માટે :
આંબોળિયાની ચટણી, સમારેલા કાંદા- ૨ નંગ, કોથમીર, ઝીણી સેવ
રીત :
- સૌ પ્રથમ બટાકાના માવામાં કોર્ન ફ્લોર અને મીઠું ઉમેરી તૈયાર કરો.
- એક બાઉલમાં છીણેલું પનીર, લીલા મરચાં, કોથમીર, મીઠું નાખી સ્ટફિંગ તૈયાર કરો.
- ત્યારબાદ બટેકાના મિશ્રણની થેપલી બનાવી સ્ટફિંગ ભરી તેની ટિક્કી બનાવો અને ગરમ તેલમાં તળી લો.
- હવે, એક પેનમાં ૨ ચમચી તેલ મૂકી કાંદાની પેસ્ટ સાંતળો, ત્યારબાદ ટામેટાની પેસ્ટ સાંતળો. પછી તેમાં મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો, બાફેલા મકાઈના દાણા નાખી મિક્સ કરો અને થોડું પાણી નાખી ખદખદવા દો.
- હવે ર્સિંવગ પ્લેટમાં ટિક્કી મૂકી ઉપરથી કોર્ન રગડો રેડો અને ઉપરથી કોથમીર, ઝીણી સેવ, આંબોળિયાની ચટણી અને કાંદાથી સજાવીને પીરસો.