ડ્રાયફ્રૂટ ખજૂર રોલ![]() ઝીણું સમારેલું ખજૂર ૨૫૦ ગ્રામ, કાજુ, બદામ, અખરોટ ૧૦+૧૦+૧૦ ગ્રામ લેવા. ટોપરાનું ખમણ (નાયલોન) ૭૦ ગ્રામ, ખાંડ ૩૫ ગ્રામ, દૂધ ૩ ટે.સ્પૂન (મલાઇવાળું) ઘી (ડ્રાયફ્રૂટ સાંતળવા માટે) ૧ ટે.સ્પૂન. રીત સૌ પ્રથમ એક પેનમાં ઘી મૂકી બધા જ સુધારેલા કાજુ, બદામ, અને અખરોટ સાંતળી લેવા. પછી તે અલગ બાઉલમાં કાઢી લેવા. ત્યારબાદ પેનમાં ઝીણું સુધારેલ ખજૂર નાંખી એકદમ ધીમા તાપે હલાવવું. ખજૂરને તાવેતાથી હલાવવું. જેથી તે એકદમ લચકા જેવું બની જાય ત્યારબાદ તેમાં સાંતળેલા કાજુ , બદામ અને અખરોટ નાંખી સરખી રીતે મિક્સ કરીને ગેસ ઉપરથી ઉતારી લેવું. ત્યારબાદ હાથમાં ઘી લગાવીને ખજૂરના મિશ્રણનો લાંબો રોલ (ગોળ) બનાવવો. ત્યાર પછી ખાંડ લઈ પેનમાં ખાંડ ડૂબે તેટલું દૂધ નાંખી ચાસણી (સુગર સીરપ) બનાવવું. આ ચાસણી એક તારની લેવી. પછી તેમાં ટોપરાનું એકદમ ઝીણું (નાયલોન) ખમણ નાંખી હલાવી લેવું. પછી ગેસ પરથી ઉતારી લેવું. ત્યારબાદ તે જરા ઠંડું થાય એટલે પછી તેને ખજૂરનાં લાંબા રોલ ઉપર ફરતા ભાગમાં લગાવી દેવું. થોડું જાડું (લેયર) પડ કરવું. ત્યારબાદ આ રોલને ૧૦ મિનટ ફ્રિજમાં રાખી કટીંગ કરવું (આ કટીંગ આપણે ફરસાણ પાત્રાનું કરીએ તેમ કરવાનું છે) |