ડ્રાય વેજ.મન્ચુરિયન
ડ્રાય વેજ.મન્ચુરિયન બનાવવા માટેની સામગ્રી: ૩ કપ સમારેલી કોબીજ
૧ કપ સમારેલા ગાજર
૩ થી ૪ ટેબ.સ્પૂન મેંદો
૩ થી ૪ નંગ લીલા મરચા ઝીણા સમારેલા
૧ નાનો કટકો આદુ
૨ થી ૩ કળી લસણ
૧ ટેબ.સ્પૂન કોથમીર
૧/૪ ટી.સ્પૂન મરી પાવડર
ચપટી આજી નો મોટો
સ્વાદ પ્રમાણે મીઠું
૨ નંગ ડુંગળી
(૬ થી ૭ નંગ લીલી ડુંગળી પાન સાથે)
તળવા માટે તેલ
કોટિંગ માટે:
૧ ૧/૨ ટેબ.સ્પૂન તેલ
૩ થી ૪ નંગ લીલા મરચા
૩ થી ૪ કળી લસણ
૨ ટેબ.સ્પૂન કોર્ન ફ્લોર
૨ ટેબ.સ્પૂન સોયા સોસ
ચપટી આજી નો મોટો
પાણી
ગાર્નીશિંગ માટે:
ઝીણી સમારેલી કોથમીર
ઝીણા સમારેલા લીલા લસણ ના પાન
ડ્રાય વેજ.મન્ચુરિયન બનાવવા માટેની રીત:
pre preparation
ડ્રાય વેજ.મન્ચુરિયન બનાવવા માટે સૌ પ્રથમ કોબીજ અને ગાજર ને
બારીક સમારી લો.લીલા મરચા ને પણ ઝીણા સમારી લો.આદુ અને લસણ ને
ઝીણા સમારી લો.(ક્રશ પણ કરી શકાય.)કોથમીર ને ઝીણી સમારી લો.ડુંગળી
ઝીણી સમારી લો.(લીલી ડુંગળી હોય તો પાન સાથે ઝીણી સમારી લેવી.)
૧/૪ કપ પાણી માં સોયા સોસ અને કોર્ન ફ્લોર મિક્સ કરી ગ્રેવી તૈયાર રાખવી.
રીત:
મન્ચુરિયન માટે:
ડ્રાય વેજ.મન્ચુરિયન બનાવવા માટે સૌ પ્રથમ ઝીણી સમારેલી કોબીજ,ગાજર,આદુ,
મરચા,કોથમીર,લસણ મિક્સ કરવા ત્યાર બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું,મરી પાવડર અને
આજી નો મોટો નાખી ને તરતજ જેટલો ભળે તેટલો જ મેંદો નાખવો.ગરમ તેલ માં નાના
નાના મન્ચુરિયન વાળી ને તળી લેવા.
કોટિંગ માટે:
બીજી એક કઢાઈ માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં ગેસ ફાસ્ટ જ રાખી ને ડુંગળી
અને મરચા સાંતળવા.ત્યારબાદ તેમાં ગેસ ફાસ્ટ જ રાખી ને આજો નો મોટો અને લસણ ઉમેરવું.
હવે ગેસ ધીમો કરી તેમાં સોયા સોસ ની તૈયાર કરેલી ગ્રેવી ઉમેરવી.ગ્રેવી ઘટ્ટ થવા દેવી.
ગ્રેવી ઘટ્ટ થાય એટલે તેમાં તૈયાર કરેલા મન્ચુરિયન બોલ્સ નાખી ૨ મિનીટ માટે ગરમ કરવું.
તૈયાર ડ્રાય વેજ.મન્ચુરિયન ને ઝીણી સમારેલી કોથમીર અને લીલા લસણ ના ઝીણા સમારેલા
પાન વડે ગાર્નીશ કરી ગરમ ગરમ સર્વ કરવા.