ચતુરંગી સ્પાઇસી વેલેન્ટાઈન કેક![]() સામગ્રી : ૧ વાડકો-મમરા, ૧ વાડકો-પોપકોર્ન, ૧ વાડકો-જુવારની ધાણી, ૧ વાડકો-પીળા મોટા દાળિયા, બેથી ત્રણ ચમચી રાજગરાની ધાણી, ત્રણથી ચાર ચમચી - ખારી સિંગનો ભૂકો, ચાર ચમચી-આદં મરચાં, લસણની પેસ્ટ, ચાર ચમચી તેલ, ત્રણ ચમચી ખાંડ, મીઠું સ્વાદ પ્રમાણે ૧ નંગ મકાઈ, ૧ નંગ કેપ્સિકમ, ૧ વાડકી લીલા ચણા, વટાણા, ૫૦ ગ્રામ પનીર, ૧ વાડકી ઘઉંની સેવ, ૧ નંગ નાનું ગાજર, ૦l ૦l બીટ, બે ચમચી જીરું, ૪ ચમચી લીંબુનો રસ, ૦l ચમચી હળદર.પૂર્વ તૈયારી : ધાણી, મમરા, સિંગ, દાળિયા મિક્ષચરમાં ચર્ન કરવા. ઘઉંની સેવ બાફવી, પનીર છીણવું, ગાજર, બીટ છીણવા, મકાઈ બાફીને મિક્ષચરમાં ક્રશ કરવી, લીલા ચણા, વટાણા, કેપ્સિકમ કાચા જ ક્રશ કરવા.લીલા કલર માટે : સૌપ્રથમ તેલ મૂકી ૦l૦l ચમચી જીરું, ૧ ચમચી-આદુ મરચાં, લસણની પેસ્ટ નાંખી હલાવી તેમાં લીલા વટાણા, લીલા ચણા - કેપ્સિકમની પેસ્ટ મીઠું, ખાંડ, લીંબુનો રસ નાખી હલાવી તેમાં જુવારની ધાણીનો ભુક્કો નાંખી મિક્ષ કરી સાઈડ પર રાખવું. સફેદ કલર : તેલ મૂકી જીરું, આદું-મરચાં, લસણની પેસ્ટ નાખી હલાવી બાફેલી સેવ, છીણેલું પનીર, મીઠું, ખાંડ, લીંબુનો રસ નાંખી તેમાં મમરાનો ભુક્કો નાખી સાઈડ પર રાખવું. લાલ કલર : તેલ મૂકી તેમાં જીરું, ઉપર મુજબ પેસ્ટ નાખી હલાવી છીણેલું ગાજર, બીટ નાખી હલાવી મકાઈની ધાણી (પોપકોર્ન), મીઠું, ખાંડ, લીંબુનો રસ નાંખી મિક્ષ કરી સાઈડ પર રાખવું. પીળો કલર : સૌપ્રથમ તેલ મૂકી તેમાં જીરું, ઉપર મુજબની પેસ્ટ નાખી હલાવી તેમાં મકાઈનું છીણ, મીઠું, લીંબુનો રસ નાંખી દાળિયાનો પાવડર નાખી, હળદર નાખી હલાવી મિક્ષ થયા બાદ સાઈડ પર રાખવું. ફાઈનલ રીત : કેકનું મોલ્ડ લઈ તેમાં તેલ લગાવી તેમાં ખારી સિંગના ભુક્કાથી ડસ્ટિંગ કરી સૌપ્રથમ લીલા કલરના માવાને દબાવીને સરખું પડ તૈયાર કરવું. ત્યારબાદ સફેદ કલર, તેના પછી એ જ રીતે દબાવીને લાલ કલર, સૌથી ઉપર પીળા કલરનું પૂરણ મૂકી દબાવી તેના ઉપર રાજગરાની ધાણી પાથરી મોલ્ડને કૂકરમાં ૩૫ મિનિટ માટે ધીમા ગેસ પર મૂકવું. કુકરના ઢાંકણમાં રીંગ કે વ્હિસલ ન રાખવા. નોંધ : મકાઈ સ્વીટ છે માટે તેમાં ખાંડ ન નાખવી. ને ઘઉંની સેવ હોળીના દિવસે ખાસ બનાવે તે માટે ઉપયોગ કર્યો છે. સોસ સાથે ખૂબ જ સારી લાગે છે. |