સ્પાઇસી કેરોટ


સ્પાઇસી કેરોટ

સામગ્રી
ગાજર – ૮-૧૦ નંગ, ઓલિવ ઓઇલ – ૧ ચમચો, લસણની પેસ્ટ – નાની ચમચી, મરીનો પાઉડર – પોણી ચમચી, એલચીનો પાઉડર – અડધી ચમચી, તજનો પાઉડર – ચપટી, લીંબુનો રસ – ૩ ચમચા, સમારેલી કોથમીર – ૧ ચમચો, મીઠું – સ્વાદ મુજબ
રીત
ગાજરની લાંબી ચીરીઓ કરી તેને પાંચ-સાત મિનિટ એટલે કે સહેજ પોચા પડે ત્યાં સુધી બાફો. એક પેનમાં ઓલિવ ઓઇલ ગરમ કરી તેમાં લસણની પેસ્ટ, મરીનો પાઉડર, એલચીનો પાઉડર, તજનો પાઉડર નાખી સુગંધ આવે ત્યાં સુધી સાંતળો. તેમાં ગાજર, લીંબુનો રસ, મીઠું અને સમારેલી કોથમીર મિકસ કરો. ગાજર પર બધો મસાલો એકસરખો ચોંટી જાય એટલે તેને નીચે ઉતારી લો અને સ્પાઇસી કેરોટનો ટેસ્ટ માણો.

Leave a Reply