ચાઇનીઝ સમોસા
a spicy farsan
ચાઇનીઝ સમોસા બનાવવા માટેનીસામગ્રી:
પેસ્ટ માટે:
૪ નંગ મરચા
૧ ટુકડો આદુ
૧ નંગ કાંદો
૫ કળી લસણ
૧/૨ પેકેટ સ્પગેટી
૩૦૦ ગ્રામ કોબીજ
૧૦૦ ગ્રામ ગાજર
૧૦૦ ગ્રામ કેપ્સીકમ
૧ ચમચો કોથમીર
૧ ચમચો સોયા સોસ
ચપટી આજી નો મોટો
૨ ચમચા કોર્નફલોર
૨ ચમચી લીંબુ નો રસ
૪૦૦ ગ્રામ મેંદો
૨ ચમચા તેલ
તળવા માટે તેલ
મીઠું સ્વાદ પ્રમાણે
સર્વ કરવા માટે:
ચીલી સોસ
ટોમેટો કેચપ
ચાઇનીઝ સમોસા બનાવવા માટેની રીત:
સૌ પ્રથમ મેંદો ચાળીને તેમાં તેલનું મોણ ,મીઠું, લીંબુ નો રસ નાખી પાણી થી લોટ બંધો .હવે સ્પગેટી ને ઝીણા ટુકડા કરી મીઠા વાળા પાણી માં બફી લો.
કોબીચ, ગાજર અને કેપ્સીકમ ને ઝીણા સમારો.
આદુ,લસણ અને મરચા ની પેસ્ટ કરી લો.
હવે એક કઢાઈ માં તેલ મૂકી તેમાં ઉપર ની પેસ્ટ, ઝીણી સમારેલી ડુંગળી, ગાજર ,કેપ્સીકમ અને કોબીજ નાખી ૨ મિનીટ સંતાળો.
હવે સ્પગેટી નાખી, સોયા સોસ નાખી મિક્ષ કરો.
પૂર્ણ ઠંડુ થાય ત્યાં સુધી માં મેંદા ના લોટ માંથી પૂરી વણી તેમાં પુરણ ભરી સમોસા વળી લો.
ગરમ તેલ માં તળી લો .
તૈયાર સમોસા ને કેચપ અથવા ચીલી સોસ સાથે પીરસો.