કોદરી -મગની ગ્રીન ઈડલી![]() સામગ્રી : કોદરી - ૪૦ ગ્રામ, ફણગાવેલા મગ-૧૦ ગ્રામ, અડદની દાળ-૨૦ ગ્રામ, મેથી દાણા-૫ ગ્રામરીત : અડદની દાળ અને કોદરીને ૬ કલાક પલાળી રાખો. કરકરું વાટી ખીરું તૈયાર કરો. તેમાં મેથીના દાણા નાખી બીજા ૬-૮ કલાક પલળવા દો. આથો આવે એટલે ખીરામાં મીઠું અને ફણગાવેલા મગ નાખી, તેલ ચોપડેલ વાટકીઓમાં રેડી વરાળે બાફવા મૂકો. બફાઈ રહે એટલે લીલી ચટણી સાથે ગરમ પીરસો.* ઈડલી બનાવતા ફણગાવેલા મગને બદલે સિઝનલ ફણસી - ગાજર જેવાં શાક નાખીને પણ બનાવી શકાય. આ જ ખીરાનો ઉપયોગ કરી નોન-સ્ટિક પર સાવ ઓછા તેલમાં ઢોંસા - ઉત્તપા બનાવી શકાય. બાળકોને કંઇક નવીનતા લાગે તે માટે વધારે મગ લઈને તમે ઇડલીને ગ્રીન ઇડલી પણ બનાવી શકો. |