ગ્રીન રાયતું


ગ્રીન રાયતું


સામગ્રી:

250 ગ્રામ દહીં
10 કુણા ભીંડા
50 ગ્રામ ક્રિમ
2 ટીસ્પૂન જીરુ પાવડર
2 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
1 ટીસ્પૂન મધ
જરૂર પ્રમાણે તેલ
સ્વાદ અનુસાર મીઠું

રીત:

- ભીંડાને નાના ટુકડામાં સમારી લો.
- ગરમ તેલમાં ભીંડાને ફ્રાય કરો.
- હવે દહીં અને ક્રિમને બરાબર મિક્સ કરી લો.
- તેમાં મધ અને મીઠું, જીરુ અને લાલ મરચાંનો પાવડર મિક્સ કરો.
- આ દહીંમાં તળેલા ભીંડા ઉમેરો.
- ઈચ્છો તો લીલા ભીંડા સાથે ગાર્નિશ કરી શકો છો.

Leave a Reply