પૂડલા વીથ નૂડલ્સ


પૂડલા વીથ નૂડલ્સ



ચાઈનીઝ પૂડલા

સામગ્રી :

નૂડલ્સ ૧૦૦ ગ્રામ

સોયા સોસ ૧ ચમચી

આજીનો મોટો નાની ચપટી

આદુ-મરચાં- લસણની પેસ્ટ ૨ ચમચી

ઝીણી સમારેલી કોબીજ ૪ ચમચી

ઝીણું સમારેલું કેપ્સિકમ ૧ નંગ નાનું

તેલ ૨ ચમચી

ચોખાનો લોટ ૫૦ ગ્રામ

રાગીનો લોટ ૨૫ ગ્રામ

ઘઉંનો લોટ ૨૦૦ ગ્રામ

મેંદો ૨૫૦ ગ્રામ

મીઠું સ્વાદાનુસાર

મરચું ૧/૨ ચમચી

હળદર ૧/૨ ચમચી. મરી પાઉડર.

રીત :

એક વાસણમાં પાણીમાં નૂડલ્સ બાફવી. તેમાં એક ચમચી તેલ ઉમેરવું. નૂડલ્સ બફાઈ જાય એટલે ઠંડું પાણી રેડી દેવું.

એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી આદું-મરચાં- લસણની પેસ્ટ ઉમેરવી. હવે કોબીજ, કેપ્સિકમ ઉમેરીને આજીનો મોટો ઉમેરી ચઢવા મૂકી દેવું. ચઢી જાય એટલે બાફેલી નૂડલ્સ ઉમેરી બરાબર હલાવી દો.

હવે ચોખાનો લોટ, રાગીનો લોટ, ઘઉંનો લોટ, મેંદો લઈ તેમાં મીઠું, મરચું, હળદર, મરી પાઉડર, પાણી ઉમેરીને ખીરું તૈયાર કરવું.

પેન ગરમ કરવા મૂકી ખીરું પાથરી પૂડલા બનાવવા. તેમાં નૂડલ્સનું પૂરણ પાથરવું.

ટોમેટો કેચપ વડે ગાર્નિંશ કરી સર્વ કરો.

તૈયાર છે ચાઈનીઝ પૂડલા.

Leave a Reply