કોબીના વડા

અડદની દાળ 1 કપ
કોબી 1/2
લીલા મરચા 3
આદુ, 2 ઈંચનો ટુકડો
જીરુ, 2 ટેબલસ્પૂન
મીઠું સ્વાદ અનુસાર
તળવા માટે તેલ
રીત:
અડદની દાળને એક કલાક માટે પાણીમાં પલાળીને રાખો.
આ દાળમાં સાવ જ થોડું પાણી ઉમેરીને તેને ગ્રાઈન્ડ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવી લો.
કોબીને ઝીણી સમારી લો. લીલા મરચા અને આદુને પણ સમારી લો.
એક વાડકામાં અડદની દાળની પેસ્ટ, સમારેલી કોબી, લીલા મરચા, આદુ, જીરુ અને મીઠું ઉમેરો.
એક કઢાઈમાં તેલ લઈને તેને મધ્યમ આંચ પર ગરમ મૂકો.
હથેળી પર સહેજ તેલ લગાડીને રાખો.
હવે તૈયાર કરેલા મિશ્રણમાંથી લીંહુ જેવડા ગોળા વાળી લો.
અને હવે ગોળાઓને હાથથી દબાવી દો.
ગોળાને વચ્ચે કાણું પાડીને તેને ધીમેથી તેલમાં તળવા મૂકો.
જ્યા સુધી તે ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યા સુધી તળો.
ગરમ ગરમ કોબીના વડા સર્વ કરો.