મગની દાળ અને દૂધીના ઢોકળા


મગની દાળ અને દૂધીના ઢોકળા

મગની દાળ અને દૂધીના ઢોકળા
સામગ્રી:
ફોતરીવાળી મગની દાળ, 1 કપ
લીલા મરચા, 1-2
દૂધી, 1/2 કપ
બેસન અથવા ચણાનો લોટ 1 ટેબલસ્પૂન
હીંગ, 1 ચપટી
રાયના દાણા 2 ટીસ્પૂન તેલ 1 ટીસ્પૂનમીઠું સ્વાદ અનુસાર
રીત:
- મગની દાળને 3થી 4 કલાક માટે પાણીમાં પલાળીને રાખો.
- મગની દાળ અને લીલા મરચાને બ્લેન્ડરમાં નાંખીને ગ્રાઈન્ડ કરો.
- તેમાં છીણેલી દૂધી, બેસન, હીંગ અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો. - હવે એક થાળીમાં તેલ લગાડીને તેમાં આ ખીરું રેડો અને પછી તેને 10-15મિનીટ સુધી વરાળમાં પાકવા દો.

- તૈયાર છે તમારા મગની દાળ અને દૂધીના ઢોકળા

Leave a Reply