ભાખરીના લાડુ


ભાખરીના લાડુ

મોટાભાગના ઘરમાં આ પ્રકારના લાડું ગણેશજીને ધરાવવા પ્રસાદી તરીકે બનાવાય છે. ઘણા લોકો તો તેને ચોથના લાડુ તરીકે જ ઓળખે છે.

સામગ્રી:

2 ભાખરી
2 ટેબલસ્પૂન ગોળ
1 ટેબલસ્પૂન ઘી
1 ફળી ઈલાયચીના દાણા

રીત:

- શેકેલી ભાખરીને હાથથી ચૂરો કરી દો.
- હવે તેમાં ગોળ અને ઘી ભેળવીને બરાબર મિક્સ કરો.
- સાથે ઈલાયચીના દાણાને અધકચરાં વાટીને તેમાં ઉમેરો.
- આ મિશ્રણમાંથી ગોળ લાડું વાળી લો.
- તૈયાર છે ભાખરીના લાડુ.

Leave a Reply