પીઝા બન
a great combination of pizza with bun
પીઝા બન બનાવવા માટેની સામગ્રી :
૪ નંગ ડીનર રોલ
બટર રોલ શેકવા માટે
૨ ટેબ.સ્પૂન ઝીણી સમારેલી ડુંગળી
૨ ટેબ.સ્પૂન ઝીણા સમારેલા ટામેટા
૨ ટેબ.સ્પૂન ઝીણા સમારેલા કેપ્સીકમ
૨ ટેબ.સ્પૂન ઝીણા સમારેલા પનીર ના પીસ
સ્વાદ પ્રમાણે મીઠું
૨ ટી.સ્પૂન મરી પાવડર
૨ ટી.સ્પૂન ચીલી ફ્લેક્સ
૨ ટી.સ્પૂન ઓરેગાનો
૪ ટેબ.સ્પૂન છીણેલી ચીઝ
૪ ટેબ.સ્પૂન પીઝા સોસ
૧ ટેબ.સ્પૂન બ્લેક or ગ્રીન ઓલીવ્સ
pizza sos બનાવવા માટેની સામગ્રી :
૧ કપ ટોમેટો પ્યુરી
૨ ટેબ.સ્પૂન ટોમેટો કેચપ
૨ ટી.સ્પૂન તેલ
૧ નંગ ઝીણો સમારેલો કાંદો
૧ ટી.સ્પૂન લસણ ની પેસ્ટ
૧ ટી.સ્પૂન લાલ મરચું
૨ ટી.સ્પૂન ખાંડ
૧/૨ ટી.સ્પૂન ઓરેગાનો
૧/૨ ટી.સ્પૂન ચીલી ફ્લેક્સ
૧/૨ નંગ ઝીણું સમારેલું કેપ્સીકમ
૧૦૦ ગ્રામ ચીઝ
સ્વાદ પ્રમાણે મીઠું
૧ ટી.સ્પૂન કોર્ન ફ્લોર
pizza sos બનાવવા માટેની રીત:
સૌપ્રથમ એક પેન માં તેલ ગરમ મૂકી કાંદા,લસણ,સાંતળો.ત્યારબાદ તેમાં ટમેટો
પ્યુરી ઉમેરી તેમાં ખાંડ,મીઠું,લાલ મરચું,ઓરેગાનો,ચીલી ફ્લેક્સ અને કેપ્સીકમ
ઉમેરી ખાદ્ખાદાવો. ટોમેટો કેચપઉમેરો.હવે થોડા પાણી માં કોર્નફલોર ઉમેરી
બરાબર ઓગળી તેને ગ્રેવી માં મિક્સ કરો.ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરો.
સર્વ કરવા માટે:
કોલ્ડ ડ્રીંક
પીઝા બન બનાવવા માટેની રીત:
સૌ પ્રથમ ડુંગળી,ટામેટા,પનીર અને કેપ્સીકમ માં મીઠું અને
મરી પાવડર નાખી ૫ થી ૭ મિનીટ માટે રાખી મુકો
ત્યારબાદ તેને એક કે બે મિનીટ માટે નોન સ્ટીક પેન માં સાંતળી
લો,અને સાઈડ પર રાખી મુકો.
હવે ડીનર રોલ ને વચ્ચે થી આડો કાપી બટર ની મદદ
થી થોડો શેકી લો.કડક કરવાની જરૂર નથી.હવે નીચેના બન ની અંદર
ની સાઈડ પર પીઝા સોસ લગાવી લો,તેની પર તૈયાર કરેલા ડુંગળી,
ટામેટા,કેપ્સીકમ અને પનીર પાથરી દો,ત્યારબાદ તેની પર છીણેલી
ચીઝ ભભરાવી સોસ લગાવી દો.તેની પર ચીલી ફ્લેક્સ,ઓરેગાનો અને
ઓલીવ ના પીસ મૂકી તેની પર ઉપર નો બન નો પીસ મૂકી ઉપર થોડું બટર લગાવી
ગ્રીલર માં કે માઇક્રોવેવ માં ઢાંકી ને ગરમ કરો અથવા નોન સ્ટીક તવી પર
ઢાંકી ને ગરમ કરી ગરમ કરો.ગરમ ગરમ પીઝા બન કોલ્ડ ડ્રીંક સાથે સર્વ કરો.