ફ્રેન્કી
ફ્રેન્કી બનાવવા માટેની સામગ્રી:
રોટી માટે:
૧ કપ મેંદો
૨ સ્લાઈસ બ્રેડ
સ્વાદ પ્રમાણે મીઠું
૧ ટી.સ્પૂન તેલ મોવણ માટે
રોલ માટે:
૩ થી ૪ નંગ બટાકા
૧ નંગ ડુંગળી – મોટી
૧/૨ કપ ફોલેલા વટાણા
૧/૪ કપ સમારેલા ગાજર
સ્વાદ પ્રમાણે મીઠું
૩ થી ૪ નંગ લીલા મરચા
૧ ટી.સ્પૂન આદું
૧ ટી.સ્પૂન શેકેલા જીરું નો પાવડર
૨ ટેબ.સ્પૂન ટોસ નો ભૂકો
૧/૨ ટી.સ્પૂન ગરમ મસાલો
૨ ટેબ.સ્પૂન કોથમીર
૧ ટેબ.સ્પૂન તેલ
તેલ કે બટર શેલો ફ્રાય કરવા માટે
ચપટી જીરું
રોલ તળવા માટે તેલ
ચટણી માટે:
૧ ટેબ.સ્પૂન આંબોળિયા નો પાવડર
૧ ટી.સ્પૂન લાલ મરચા નો પાવડર
સ્વાદ પ્રમાણે મીઠું
ચપટી ગરમ મસાલો
સલાડ માટે:
૨ થી ૩ નંગ ડુંગળી
સ્વાદ પ્રમાણે મીઠું
૧ ટી.સ્પૂન લાલ મરચું
આંબોળિયા નો પાવડર (ઈચ્છા પ્રમાણે)
સર્વ કરવા માટે:
ટોમેટો કેચપ
pre preparation:
ફ્રેન્કી બનાવવા માટે સૌ પ્રથમ બટાકા ને બાફી લો.ઠંડા થાય એટલે મેશરથી મેશ કરી લો.
વટાણા ને છોલી ને ઉકળતા પાણી માં બાફી લો.
ગાજર ને પણ છોલી ને ઝીણા સમારી ને ઉકળતા પાણી માં એક ઉભરો આવે ત્યાં સુધી
ઉકાળી લો.
કોથમીર ને ઝીણી સમારી લો.
બ્રેડ ની કિનારી કાપી ભૂકો કરી લો.
એક ડુંગળી ને ઝીણી સમારી લો.
બાકી ની ડુંગળી ને લાંબી પાતળી સમારી તેમાં મીઠું,મરચું અને ઈચ્છા હોય તો આંબોળિયા નો
પાવડર નાખી સાઈડ પર રાખો.
ફ્રેન્કી બનાવવા માટેની રીત:
રોટી માટે:
સૌ પ્રથમ લોટ માં તેલ,મીઠું અને બ્રેડ નો ભૂકો નાખી બરાબર હલાવી પાણી વડે રોટલી નો લોટ
બાંધી લો.ઢાંકી ને ૧૦ મિનીટ માટે મૂકી રાખો અને પછી તેના લુવા કરી તેમાંથી કાચી – પાકી
રોટલી તૈયાર કરી લો.
સ્ટફિંગ માટે:
એક પેન માં તેલ મૂકી ચપટી જીરું નાખી તેમાં ઝીણી સમારેલી ડુંગળી સાંતળી લો.ડુંગળી સંતળાઈ
જવા આવે એટલે તેમાં લીલા મરચા અને આદું નાખી ૧/૨ મિનીટ માટે સાંતળી લો,હવે તેમાં વટાણા
અને ગાજર નાખી ફરી ૧ મિનીટ માટે સાંતળી લો.ત્યાર બાદ તેમાં મેશ કરેલા બટાકા નાખી સ્વાદ
પ્રમાણે મીઠું અને ગરમ મસાલો અને જીરું નો પાવડર નાખો.ગેસ બંધ કરી ઝીણી સમારેલી કોથમીર નાખી
થોડું ઠંડુ થવા દો.જરૂર જણાય તો થોડો ટોસ નો ભૂકો નાખી લાંબા રોલ બનવી લો અને તેને ટોસ ના ભૂકા
માં રગદોળી ને ગરમ તેલ માં ડીપ ફ્રાય કરી ને કિચન ટીસ્યુ પર કાઢી લો.અને સાઈડ પર રાખો.
(ફ્રેન્કી ના રોલ ને જો ડીપ ફ્રાય ન કરવા હોય તો શેલો ફ્રાય પણ કરી શકાય.)
ફ્રેન્કી ની ચટણી બનાવવા માટે:
આંબોળિયા ના પાવડર માં સ્વાદ પ્રમાણે મીઠું અને લાલ મરચું પાવડર નાખી દો અને પછી
તેમાં પાણી નાખી થોડી પાતળી ચટણી (ઇઝીલી સ્પ્રેડ થાય તેવી) બનાવી લો.
ફ્રેન્કી તૈયાર કરવા માટે પહેલા એક રોટલી લો તેની પર તૈયાર કરેલી આંબોળિયા ની ચટણી
લગાવી તેની ઉપર બરાબર વચ્ચે તૈયાર કરેલી મસાલા વાળી ડુંગળી સ્પ્રેડ કરો ત્યાર બાદ
તેની પર તૈયાર કરેલો રોલ મૂકી રોટલી ને બન્ને બાજુ થી ફોલ્ડ કરી લો આવી જ રીતે બધી જ ફ્રેન્કી
તૈયાર કરી લો.હવે એક નોન સ્ટીક તવી પર તેલ કે બટર મૂકી તૈયાર ફ્રેન્કી ને શેલો ફ્રાય કરી લો.વધુ
કડક ન થવા દેવું.
ગરમ ગરમ ફ્રેન્કી ને ટોમેટો કેચપ સાથે સર્વ કરો.
very nice site and recipis it can help every gujrati women who like to experiment in her kitchen