મસાલા કોર્ન

૧ ડુંગળી ઝીણી સમારેલી
૧ ટમેટું ઝીણું સમારેલું
૧ લીલું મરચું સમારેલું
૧/૨ કપ પાણી
૧/૪ ચમચી લીંબુનો રસ
૨ ચમચા તીખી સેવ
૧ ચમચો તેલ
મીઠું સ્વાદ અનુસાર
ચપટી હિંગ
જો સહેજ ગળચટ્ટો સ્વાદ જોઇતો હોય તો એ પ્રમાણે ખાંડ
રીત :-
અમેરિકન મકાઈને બાફીને તેના દાણા કાઢી લો. દાણા કાઢતી વખતે ફેંદાઈ ના જાય તેનું ધ્યાન રાખવું. એક વાસણમાં તેલ મૂકી તેમાં હિંગ, ડુંગળી, ટમેટા અને મરચાના પીસ નાખી અધકચરું ચડી જવા દો. હવે તેમાં પાણી, બાફેલી મકાઈના દાણા ઉમેરી થોડી વાર હલાવો. ત્યારબાદ મીઠું અને ખાંડ નાખી સારી રીતે ભેળવી લો. ૩ થી ૪ મિનિટ સુધી ઢાંકીને ચડવા દો. હવે ગેસ પરથી ઉતારી તેને તીખી સેવ અને લીલી કોથમીર છાંટીને સર્વ કરો.
અત્યારે વરસાદની સિઝનમાં અમેરિકન મકાઈ સરસ મળે છે ત્યારે આ વાનગી ઝટપટ નાસ્તા માટે ખૂબ સરળ છે. ૨૦ થી ૨૫ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે.
અહીં અમેરિકન મકાઈ વાપરવી સારી રહે છે, દેશી મકાઈના દાણા કાઢતી વખતે તે વધારે ફેંદાઈ જાય છે.