તલ સમોસા

તલ સમોસા



સામગ્રી -
2 કપ મેંદો. અડધો કપ સફેદ તલ પાવડર, અડધુ નારિયળ છીણેલુ, બે ચમચી બેસન, બે ચમચી સફેદ તલ, 3-4 કાપેલા મરચા. એક નાની ચમચી કકરા દળેલા ધાણા, સમારેલા લીલા ધાણા, થોડુ લાલ મરચુ, ચપટી આમચૂર પાવડર, ચાટ મસાલો, સ્વાદમુજબ મીઠુ, બેકિંગ પાવડર, તળવા માટે તેલ.

બનાવવાની રીત -
ભરાવન માટે -
બેસનને થોડુ સેકી લો. તલ પાવડર, સમારેલા મરચાં, સમારેલા લીલા ધાણા, નારિયળ, ચાટ મસાલો, ધાણા, આમચૂર પાવડર, મરચાંનો પાવડર અને મીઠું ભેળવી લો.
મેદામાં સફેદ તલ અને બેકિંગ પાવડર, મીઠું અને મોણ નાખીને કુણા પાણીથી ગૂંથી લો. ગૂંથેલા મેદાની લોઈ બનાવીને નાની પૂરી વણો અને વચ્ચેથી કાપી લો. ભરાવનની સામગ્રી ભરીને સમોસાના કિનારા પાણીથી સારી રીતે બંધ કરીને ગરમ તેલમાં ઓછા તાપ પર તળી લો. ગરમા ગરમ જ લીલી-લાલ ચટણી સાથે સર્વ કરો.

Leave a Reply