ઉપમા

ઉપમા

ઉપમા
 સામગ્રી :-  
૧  કપ રવો
૧  ટેબલ સ્પૂન ગાજર સમારેલા
૧  ટેબલ સ્પૂન ડુંગળી સમારેલી
૧  ટેબલ સ્પૂન કેપ્સિકમ સમારેલા
૧  ટેબલ સ્પૂન લીલા વટાણા
૧  ટેબલ સ્પૂન તળેલા સીંગદાણા
૧  ટેબલ સ્પૂન તળેલા કાજૂના ટુકડા
૧૫ – ૨૦   સૂકી દ્રાક્ષ
મીઠું સ્વાદપ્રમાણે
૧  ટી સ્પૂન  ખાંડ
૧  ટી સ્પૂન લીંબુનો રસ
વઘાર માટે :-
૧  ટી સ્પૂન અડદની દાળ
૧   ટી સ્પૂન રાઈ
૨ – ૩ લીલા મરચા સમારેલા
૭ – ૮ મીઠા લીમડાના પાન
૧   ટેબલ સ્પૂન તેલ
હિંગ
રીત :-  
સૌપ્રથમ એક કડાઈમાં તેલ મૂકીને તેમાં સીંગદાણા અને કાજુના ટુકડાને તળી લો. એને એક બાજુ રાખીને હવે તેલમાં રાઈ, અડદની દાળ, લીમડાના પાન, હિંગ અને લીલા મરચા સમારેલા નો વઘાર કરો. પછી તેમાં ડુંગળીને બે મિનિટ માટે સાંતળો, ત્યારબાદ ગાજર, કેપ્સિકમ અને લીલા વટાણાને એક પછી એક ઉમેરતા જઈને દરેકને બે બે મિનિટ સુધી સાંતળતા રહો. હવે તેમાં રવો ઉમેરો અને તેને ગુલાબી થય ત્યાં સુધી શેકો. સતત હલાવતા રહો. ગુલાબી થઈ જાય એટલે તેમાં ૨  કપ ગરમ પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો. પછી તેમાં લીંબુનો રસ, ખાંડ અને મીઠું ઉમેરો. પાણી શોષાઈ જાય એટલે ગેસ બંધ કરીને તેમાં સૂકી દ્રાક્ષ,  સીંગદાણા અને કાજુ નાખીને બે થી ત્રણ મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.
પીરસતી વખતે સજાવટ માટે ઉપરથી દાડમના દાણા અને લીલી કોથમીર નાખી શકાય.

Leave a Reply