સ્વીટ ડ્રાયફ્રુટ મેજિક

સ્વીટ ડ્રાયફ્રુટ મેજિક

Dry sweet ghari (9)

સામગ્રી :-

૧/૨   કપ કાજુના નાના ટુકડા
૧/૨   કપ બદામના નાના ટુકડા
૧/૨   કપ અખરોટના નાના ટુકડા
૧/૨   કપ પિસ્તાના નાના ટુકડા
૧/૨   કપ અંજીરના નાના ટુકડા
૧/૨   કપ ખજૂરના નાના ટુકડા
૧       કપ શેકેલો માવો અથવા મિલ્ક પાવડર
૧       ટેબલ સ્પૂન ખાંડ
૧       ટી સ્પૂન ઘી
૫૦૦  ગ્રામ મેંદો
તળવા માટે ઘી
રીત :-
એક મોટા બાઉલમાં બધાં જ ડ્રાયફ્રુટના ટુકડાને મિક્સ કરો. ખજૂરના ટુકડાને ઘી મૂકીને એક કડાઈમાં શેકી લો. હવે ડ્રાયફ્રુટમાં મિલ્ક પાવડર અથવા શેકેલો માવો ભેળવો. અને ખજૂરના મિશ્રણ સાથે ભેળવી લો. સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેના નાના ગોળા વાળી લો.
હવે તેલ અને પાણી નાખી મેંદાનો લોટ બાંધી લો. તેમાંથી જાડી પૂરી વણીને દરેકમાં એક એક ગોળા મૂકીને કચોરીની જેમ વાળી લો. ત્યારબાદ તેને ઘીમાં તળી લો. અને ગરમ ચાસણીમાં ડૂબાડીને બહાર કાઢી એક પ્લૅટમાં ગોઠવતા જાઓ.
બધી જ કચોરી ઠરી જાય અને તેના પર ખાંડ સરસ રીતે સેટ થઈ જાય પછી એરટાઈટ ડબ્બામાં ભરી લો. અને પીરસતી વખતે ધીમેથી વચ્ચેથી બે ટુકડા કરીને ઉપર ડ્રાયફ્રુટની કતરણ નાખીને આપો.

Leave a Reply