દાલમખની

દાલમખની

Daal Makhani (5)
સામગ્રી :-
૧    કપ રાજમા
૨    કપ આખા અડદ
૨    ડુંગળી
૨    ટમેટા
૪ – ૫ લીલા મરચા
૪ – ૫ કળી લસણ
૧/૨ ઇંચ આદુ
(આદુ, લસણ, મરચાની પેસ્ટ)
૨    ટેબલસ્પૂન તેલ
૨    ટેબલસ્પૂન માખણ
૧    ટેબલસ્પૂન મલાઈ
૧    ટી સ્પૂન જીરુ
હિંગ
૧    ટી સ્પૂન ધાણાજીરુ
૧    ટી સ્પૂન લાલ મરચું
મીઠું સ્વાદ પ્રમાણે
લીંબુનો રસ સ્વાદ પ્રમાણે
રીત :-  
રાજમા અને અડદને ધોઈને સાત થી આઠ કલાક સુધી પાણીમાં પલાળી રાખો. પલળી જાય ત્યાર પછી તેને કૂકરમાં હળદર, મીઠું નાખી બાફી લો. (સામાન્ય કરતા વધારે સમય સુધી બાફો જેથી બન્ને કઠોળ સહેજ ફેંદાઈ જાય).
હવે એક કડાઈમાં તેલ અને માખણ મૂકીને તેમાં હિંગ, જીરુ અને આદુ – લસણ – મરચાંની પેસ્ટ નાખીને ડુંગળીનો વઘાર કરો. સહેજ ગુલાબી થાય એટલે તેમાં ઝીણા સમારેલાં ટમેટા નાખીને હલાવો અને ૨ – ૩ મિનિટ સુધી ચડવા દો.
તેલ છૂટું પડવા માંડે એટલે તેમાં બાફેલા રાજમા અને અડદ (જે પાણીમાં બાફ્યા હોય તે જ પાણી સાથે) નાખીને સહેજ છૂંદી નાખો. પછી બાકીના મસાલા ધાણાજીરુ, લાલ મરચું અને જરૂર પ્રમાણે મીઠું તેમજ લીંબુનો રસ ઉમેરીને સારી રીતે ભળી જાય ત્યાં સુધી હલાવો. જરૂર પડે તો પાણી ઉમેરી શકાય. હવે આ દાલ મખનીને ઢાંકીને ૮ થી ૧૦ મિનિટ સુધી ચડવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહો.
ચડી જાય એટલે એક સર્વિંગ બાઉલમાં કાઢીને ઉપરથી ફીણેલી મલાઈ અને લીલી કોથમીર નાખીને બટર પરોઠા કે મસાલા ભાત સાથે પીરસો.
દાલમખનીમાં સ્વાદમાં થોડા ફેરફાર માટે સર્વિંગમાં મલાઈ અને લીલી કોથમીરની સાથે ફુદિનાનો ઉપયોગ પણ કરી શકાય

Leave a Reply