ખમણ

ખમણ

ખમણ
સામગ્રી :-
૧    ગ્લાસ પાણી
૧    ચમચી લીંબુના ફૂલ
૧    ચમચી સોડાબાય કાર્બ (ખાવાનો સોડા)
બેસન જરૂર પ્રમાણે
૨    ચમચા તેલ
૧    ચમચી રાઈના દાણા
૧ ચમચી તલ
લીલા મરચાં
૧/૨  કપ ખાંડનું પાણી
રીત :-
એક પહોળા વાસણમાં પાણી લઈને તેમાં લીંબુના ફૂલ અને અને સોડા ઉમેરો અને સારી રીતે ભેળવી દો. હવે તેમાં ધીમે ધીમે બેસન નાખતા જાઓ અને હલાવતા જાઓ. એટલા પાણીમાં સમાય તેટલો જ લોટ ઉમેરો. પાતળુ ખીરું બને પછી તેમાં થોડું ગરમ તેલ ઉમેરો અને તેને એક થાળીમાં પાથરીને ચડવા મૂકો. ૧૦ થી ૧૨ મિનિટ ચડવા દો. ચડી જાય એટલે તેને કાપા પાડીને કે બાજુએ રાખી દો.
હવે એક વાસણમાં તેલ ગરમ કરીને તેમાં રાઈ અને મરચાનો વઘાર કરો. અને તેને કાપા પાડીને રાખેલી થાળીમાં ખાંડનું પાણી ચારે તરફ ફેલાય તેમ રેડી દો. સાથે સાથે તેલ, મરચા અને રાઈનો વઘાર પણ રેડી દો.
આ ખમણ ગરમ ગરમ ખાવાની મજા જ કંઈ ઓર છે…
સ્વાદ થોડો જુદો પાડવા માટે વઘારમાં લીમડાના પાન પણ નાખી શકાય.

Leave a Reply